
મુંબઇ તા.7 મે, 2020, ગુરુવાર
વિશ્વભરની વિખ્યાત લેબોરેટરીઓમાં કોવિડ-૧૯ની વેક્સિન બનાવવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. ત્યારે વિવિધ દેશોની સરકારો, સંશોધકો અને તબીબોએ નવી ચમત્કારી ઔષધિ મળી ત્યાં સુધીના સમયમાં કામચલાવી શકાય એવું સૌલ્યુશન શોધી કાઢવાની હોડ બકી છે. આ લડતની ફ્રન્ટલાઇનમાં જે ઔષધિનો ઉપયોગ કરવાનું વિચારવામાં આવ્યું છે તે મૂળભૂત રીતે તો અન્ય રોગોની સારવાર માટે તેને વિકસાવવામાં આવી તો અન્ય રોગોની સારવાર માટે તેને વિકસાવવામાં આવી છે, પણ આ દવાઓનો ઉપયોગ કોવિડ-૧૯ના દરદીઓ પર કરવાનું વિચારવામાં આવ્યું છે.
હજુ ગઇકાલે- બુધવારે જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આવી જ એક ઔષધિ - લોપીનાવીર/રિટોનાવીરના મિશ્રણને કોવિડ-૧૯ના દરદીઓ પર વાપરવા માટે મંજૂરી આપી છે. વાસ્તવમાં આ બંને દવા એચઆઇવી/ એઇડ્સના દરદીઓ પર વાપરવામાં આવે છે. કોવિડ-૧૯ના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઉગ્રતાના હળવા ડિગ્રીના દરદીઓ પર આ દવા ઉપયોગમાં લેવા જણાવાયું છે. ઉદાહરણ તરીકે શ્વાસન તંત્રના નવા ઓનસેટ ઓર્ગન અપ્રક્રિયાના દરદીઓ પર તેને વાપરવા જણાવ્યું છે, પણ આળી આ એક જ દવા નથી જેના પર વિચારણા કરવામાં આી હોય. આઇસીએમઆર દ્વારા તો રેમ્ડેસિવર (મૂળભૂત રીતે ઇબોલાની સારવાર માટે વિકસાવવામાં આવે છે) માઇકોબેક્ટેરિઅમ-એમ (મૂળભૂત લેપ્રસીની દવા), ડિસલ્ફેરમ (આલ્કોહોલ ડિપેન્ડન્ટસની દવા) અને રિસ્વેરટ્રોલ (હાર્ટ અને અન્ય રોગોની ટ્રાયલ્સ હેઠળની દવા)નો કોવિડ-૧૯ના દરદીઓ પર ઉપયોગ કરવા જણાવાયું છે. ભારતમાં આમાંની કેટલીક દવાઓની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. એમ સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું છે.
આઇસીએમ આર દ્વારા જણાવાયું છે કે અત્યાર સુધી તો કોવિડ-૧૯નો મુકાબલો કરી શકાય એવી અસરકારક દવા હજુ સુધી શોધાઇ નથી, માત્ર આ દવા તો ઝીણી ઝીણી વિગતો તરફ વધુ દ્યાન આપી તેને ટેકો પૂરો પાડે એવી જ સંભાળ રાખી શકે છે. સાર્સ-સીઓવી અને એમઇઆરએસ-સીઓવીના દરદીઓને ક્લિનિકલ બેનિફિટના ઓબ્ઝર્વેશન સ્ટડીઝના આધારે આઇસીએમઆર દ્વારા લોપીનાવીર/રિટોનાવીરના મિશ્રણનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીમાં પણ આ દવા અને અભ્યાસ હાથ દરાયો હતો.
એઆઇઆઇએમ મેસ-ભોપાળના ડિરેક્ટર ડૉ. સરમન સિંહે જણાવ્યું છે કે કોવિડ-૧૯ માં નવી દવા શોધવામાં હજુ સમય લાગશે. આથી કોવિડ-૧૯ માટેની સારવાર શોધવા પુનઃ હેતુની ઔષધિઓ (રિપરપઝિંક ડ્રગ્સ) વધુ સરળ અને ટકાઉ વિકલ્પ છે.
કોઢ, ચામડીની દવાઓનું પરિક્ષણ
આ દવાનો હેતુ આલ્કોહોલ પરાધીનતા ધરાવનારાને સાજો કરવાનો છે. તેનો બીજો ઉપયોગ પણ છે. મેલેરિયાના દરદીઓને સારા કરવાનો કોરોના વાઇરસના મુકાબલા માટે આ એક નવો શસ્ત્રસરંજામ છે. અહીં એવી દવા પર નજર નાખવામાં આવી જેનો ઉપયોગ 'રિપરપઝ્ડ' (અન્ય હેતુ માટે કે પુનઃ ઉદ્દેશ માટે) મોટ કરવામાં આવનાર છે.
એચઆઇવી ઃ લોપીનાવીર/ રિટોનાવીર આ દવાનું મિશ્રણ એચઆઇવી/એઇડ્સ માટે કરવામાં આવે છે. તેને સાર્સ અને મેર્સ સામે પણ વાપરવામાં આવે છે. આ બંને ભિન્ન પ્રકારના કોરોના વાઇરસ છે. આઇસીએમઆર દ્વારા કોવિડ-૧૯ વિરૃદ્ધ આ દવા વાપરવા જણાવ્યું છે.
સ્ક્રીન ડિસ્ઓર્ડર- બાયોકોનની સાઇરોઅસીસ ડ્રગ ઇટોલિઝુમાલને સામાન્યથી ભારે કોવિડ-૧૯ના કેસો માટે પરવાનગી આપવામાં આવી છે.
આર્થરાઇટિઝ-ટોસિલી ઝુમાલ આર્થરાઇટિઝના દરદીઓ માટે વાપરવામાં આવે છે. કોવિડ-૧૯ના દરદીઓ ગંભીર રીતે અને તેમને દાહ બબતી હોય ત્યારે તેને અટકાવવા આ દવા આપી શકાય.
કોઢ- માઇકોબેક્ટેરિયમ એમ એ એન્ટી-લેપ્રસી ડ્રગ છે. સખત કલર્ક ઇન્ફેકશનમાં વપરાય છે. ચંડીગઢમાં કોવિડ-૧૯ના દરદીઓ પર વાપરવા પહેલા તેની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
આલ્કોહોલ ડિપેન્ડન્સ-ડિસલ્ફ રમનો ઉપયોગ દારૃડિયાઓ પર વાપરવામાં આવે છે. સાર્સ અને મેર્સ પર તેનો ઉપયોગ કરાયો હતો. જોકે કોવિડ-૧૯ પર તે અશરકારક નિવડે છે નહીં, તેનું સમર્થન મેળવવાનું બાકી છે.
ડાયેરિયા- ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ચિહ્નો ધરાવનારા પર આ દવા વાપરવામાં આવે છે. આંતરડાની હલનચલનને ઘટાડવા માટે તેના ઉપયોગની વિચારણા ચાલી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drHLh3
via Latest Gujarati News
0 Comments