
મુંબઈ,તા.7 મે, 2020, ગુરુવાર
કોરોનાનો સંસર્ગ થવાના ભયથી રક્તદાતાઓ આગળ આવતા ન હોવાથી શહેરમાં કેટલાક દિવસથી લોહીની અછત સર્જાવાની વકી છે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે.
મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં લોહીની જરૃરિયાત રહે છે.લોકડાઉનને કારણે પાછા ઠેલાયેલા ઓપરશેન પણ હવે કરવાની ફરજ પડી છે. તેવા સમયે લોહીના પુરવઠાની મોટી આવશ્યકતા નિર્માણ છે. પરંતુ હાલ કોરોનાના ભયથી ઘણા રક્તદાતાઓ લોહી આપવા આગળ આવતા ન હોવાથી બ્લડ બેંકમાં માત્ર ૮ દિવસ પૂરતો જ લોહીનો જથ્થો બાકી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે શિબિરોનુંઆયોજન કરવા પર અનેક મર્યાદાઓ લાગુ છે. તેથી ઘણી સોસાયટીઓ નાના મોટા કેમ્પ આયોજીત લોહીનો પુરવઠો એકઠો કરે તે બાબતના પ્રયત્નો સામાજિક સંસ્થાઓ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સિદ્ધિવિનાયક મંદિર દ્વારા પણ લોહીનો પુરવઠો એકઠો કરવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. તેથી ગત મહિને લોહીની અછત સર્જાઈ નહોતી પરંતુ આ મહિને ઘણા ઓછા રક્તદાતાઓએ લોહી આપ્યું હોવાથી આ વખતે અત્યંત સર્જાયેલી વકી છે.
મુંબઈમાં દરરોજ ૯૦૦ યુનિટ લોહીની આવશ્યકતા પરંતુ લોકડાઉનને કારણે ઘટીને ૪૦૦થી ૪૫૦ યુનિટપર પહોંચ્યું છે. તેમ છતાં હાલ માત્રા ૮ દિવસ પૂરતો જ લોહીનો જથ્થો હોવાથી થેલેસેનિયમાદરદીઓ તેમ જ નવા કેન્સરના દરદીઓ માટે જીવનું જોખમ સર્જાઈ શકે છે.
રક્તદાન શિબિર લેવા ઈચ્છુ સોસાયટીઓને ૦૯૮૨૦૧ ૪૬૪૪૮ આ ક્રમાંક પર સંપર્ક સાધવાનું આવ્હાન પણ સંસ્થાઓએ કર્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SMs5NA
via Latest Gujarati News
0 Comments