
મુંબઇ, તા. 17 મે 2020, રવિવાર
ડાયમંડ (હીરા)ની નિકાસને પ્રોત્સાહન આપતા એક પગલાંમાં મુંબઇ મહાનગર પાલિકાએ રોજ ડાયમંડના એક્સો સુધીના પેકેજની નિકાસની મંજૂરી આપી છે કયો વેપારી ડાયમંડની નિકાસ કરી શકશે તેનો નિર્ણય રોજેરોજ લોટરી પદ્ધતિએ કરવામાં આવશે.
લોકડાઉનના કારણે ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હજુ કરાયુ ન હોવા સાથે વેપારીઓ સ્ટોર કરેલા ડાયમંડની ઓર્ડર મુજબ રવાનગી કરે છે. ડાયમંડ અસોટગ કર્મચારીઓ માટે ઓફિસો ફરીથી ખોલવાની પરવાનગીની રાહ ડાયમંડ વેપારીઓ જુએ છે.
મુંબઇ ડાયમંડ મર્ચન્ટસ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે વેપારીઓ પાસે અમેરિકા તથા દુબઇના અનેક પેન્ડિંગ (બાકી) ઓર્ડરો પડયા છે. લોકડાઉન શરૂ થયો ત્યારથી ડાયમંડ સંબંધી તમામ કામકાજ બંધ છે અને બિઝનેસ ઠપ થઇ ગયો છે. હવે સરકારે કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને રોજ એક્સો પેકેજ સુધીની નિકાસની મંજૂરી આપી છે.
હાલમાં નિકાસ માટે અગાઉ તૈયાર કરાયેલા પ્રી-પેકેજડ ડાયમંડની જ રવાનગી કરવામા આવે છે.
પાલિકા કમિશનર આઇએસ ચહલે ગયા બુધવારે મુંબઇના ડાયમંડ માર્કેટને બોલાવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હીરા બજારમાં અત્યંત મર્યાદીત તથા નિષગાત ચનકલાકારો છે અને રા. પાંચ હજાર કરોડની નિકાસના ઓર્ડરો પેન્ડિંગ છે. આ સ્થિતિમાં માર્કેટના કામકાજ ફરી શરૂ કરવું હિતાવહ છે. પરંતુ આ અંગેનું કોઇ પણ કામકાજ કોવિડ-૧૯ના ફેલાવાના ભોગે થઇ શકે નહીં.
ડાયમંડના વેપારીઓ માટે આધારરૂપ મુંબઇ અને સુરતનાં હીરાના ઉત્પાદક એકમો બંધ હોવાથી વેપારીઓ તેમના સંઘરેલા ડાયમંડ પર આધાર રાખે છે. પરંતુ દેક વેપારી પાસે આવો સંગ્રહ હોય નહીં તેથી ઘણા બધા વેપારીઓ હાલની નિકાસમાં સામેલ થયા નથી. પરંતુ આ એક સારી શરૂઆત છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zf9hum
via Latest Gujarati News
0 Comments