ડિગ્રીના છેલ્લાં વર્ષની અંતિમ સત્રની જ પરીક્ષા લેવાશે: મંત્રી ઉદય સામંત



મુંબઈ,તા.8 મે, 2020, શુક્રવાર

 યુનિવસટીની પરીક્ષાઓમાં દરેક કોર્સમાં છેલ્લાં વર્ષની અંતિમ સત્રની પરીક્ષા સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હોવાની ઘોષણા આજે ઉચ્ચ તેમજ તંત્રશિક્ષણ મંત્રી ઉદય સામંતે કરી છે. 

યુજીસીએ આપેલાં નિર્દેશાનુસાર, તમામ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. બીએ, બીકોમના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં છેલ્લાં વર્ષની છેલ્લી અર્થાત્ છઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. એફવાય, એસવાયની પરીક્ષા નહીં થાય. તેજ રીતે જે અભ્યાસક્રમમાં આઠ સેમેસ્ટર છે, ત્યાં આઠમી સેમેસ્ટરની તો દસ સેમેસ્ટરના કોર્સમાં દસમા સત્રાંતની પરીક્ષા લેવાશે. એમએ, એમકોમ અને અન્ય બે વર્ષના કોર્સમાં જ્યાં ચાર સેમેસ્ટર છે, ત્યાં ચોથી સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. આમ અંતિમ વર્ષના અંતિમ સત્રની જ પરીક્ષા લેવાશે, એવું શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું છે. 

તમામ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં એડમિશન મળશે. જે વિદ્યાર્થીઓ ગ્રેડિંગમાં નાપાસ થશે, તેઓ તે વિષયની પરીક્ષા આગલા વર્ષે આપી શકશે. જે પરીક્ષા યુનિવસટી દ્વારા લેવાશે. એટીકેટી મેળવનારા વિદ્યાર્થીઓએ માત્ર એડમિશન લીધા બાદ તે એટીકેટી ૧૨૦ દિવસમાં ઉકેલવાની રહેશે.

અંતિમ વર્ષના અંતિમ સત્રની પરીક્ષા પહેલીથી ૩૦ જુલાઈ દરમ્યાન લેવી પડશે. પરંતુ દુર્ભાગ્યે જો લોકડાઉન ચાલું રહ્યું તો ૨૦ થી ૨૫ જૂન દરમ્યાન ફરી એકવાર સમિતી અને સરકાર આ બાબતે બેઠક લઈ યોગ્ય તે નિર્ણય લેશે.

સીઈટી પરીક્ષા બાબતે આગામી આઠ દિવસમાં યોગ્ય તે નિર્ણય લઈશું એવું ઉદય સામંતે જણાવતાં કહ્યું કે, યુજીની સીઈટી પહેલી જુલાઈથી ૧૫ જુલાઈ દરમ્યાન અને પીજીની સીઈટી પરીક્ષા ૨૩ જુલાઈથી ૩૦ જુલાઈ દરમ્યાન લેવાનું નિયોજન થઈ રહ્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A41UeD
via Latest Gujarati News

Post a Comment

0 Comments