સોનાના વાયદામાં રૂ. 1773નો સાપ્તાહિક ઉછાળો


કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જમાં  ૩૦ ઓક્ટોબરથી ૫ નવેમ્બરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં મળીને ૨૯,૩૭,૯૧૧ સોદાઓમાં કુલ રૂ.૧,૮૧,૪૯૯.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૭૭૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪,૦૮૧ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઘટીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં તેજીનો માહોલ હતો.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૩૯૬ના સ્તરે ખૂલી, સપ્તાહદરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૦૧૯ અને નીચામાં ૧૫,૩૬૩ના સ્તરને સ્પર્શી, ૬૫૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૬૪૨ પોઈન્ટ (૪.૧૮ ટકા) વધીને ૧૫,૯૯૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૨,૩૮૦ના સ્તરે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૨,૪૯૭ અને નીચામાં ૧૨,૨૯૦ બોલાઈ, ૨૦૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૯૭ પોઈન્ટ (૦.૭૮ ટકા) વધી ૧૨,૪૫૭ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહદરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૭,૩૩૮ સોદાઓમાં કુલ રૂ.૧,૫૫૦.૪૮ કરોડનાં ૧૯,૮૦૯ લોટ્સ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪,૪૨૭ સોદાઓમાં કુલ રૂ.૨૯૮.૯૩ કરોડનાં ૪,૮૨૯ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૧૮ લોટ્સ અને મેટલડેક્સમાં ૨૭૮ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૪૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૨,૧૭૬ અને નીચામાં રૂ.૫૦,૩૫૩ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૭૭૩ (૩.૫૩ ટકા)ના ઉછાળા સાથે રૂ.૫૨,૦૫૫ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો નવેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૫૯૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૧૧ (૨.૯૯ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૧,૭૩૨ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો નવેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૯૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૪૫ (૨.૮૫ ટકા) વધી બંધમાં રૂ.૫,૨૩૪ના ભાવ થયા હતા. 

સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૩૭૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૨,૦૭૯ અને નીચામાં રૂ.૫૦,૧૯૭ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૮૭૪ (૧.૭૪ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૫૧,૧૫૦ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૦,૫૫૭ ખૂલી,સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૪,૩૮૦ અને નીચામાં રૂ.૫૯,૯૧૮ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪,૦૮૧ (૬.૭૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૪,૨૫૩ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૦,૫૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૦૧૬ (૬.૬૭ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૪,૨૨૨ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૦,૪૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૦૧૯ (૬.૬૮ ટકા) વધી બંધમાં રૂ.૬૪,૨૨૩ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૬૯૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨,૯૧૬ અને નીચામાં રૂ.૨,૫૪૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૭૩ (૬.૪૧ ટકા)ના ભાવવધારા સાથે બંધમાં રૂ.૨,૮૭૧ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૪૬.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૪.૯૦ (૧૦.૧૦ ટકા) ઘટી રૂ.૨૨૧.૭૦ થયો હતો.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lfAhSO
via Latest Gujarati News

Post a Comment

0 Comments