- અમેરિકામાં હવે સરકાર અને ફેડરલ રિઝર્વ વચ્ચેની ટયુનિંગ પર ખેલાડીઓની નજર
વિશ્વબજારમાં સોનાનો ભાવ અનિશ્ચિતતા અનુભવે છે કારણ કે આ લખાય છે ત્યારે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે કે જો બીડન તેની અનિશ્ચિતતામાં સોનાના ભાવમાં ૩૦.૩૦ ડોલર પ્રતિ ઔંસની વધઘટ નોંધાયા છતાં સોનું ૧૯૦૦ ડોલર પ્રતિ ઔંસની આસપાસ અથડાશે અને ઉપરની દીશા પકડશે. જો બીડન જીતશે તો ફેડરલ બેન્ક સાથે નવા પ્રમુખ કેટલો તાલમેલ જાળવી શકશે તથા ફેડ સહકાર નહિં આપે તો સરકારને નવી સ્ટીમ્યુલ્સ નીતિ સાથે સાથે નાણા છાપીને બજારને સ્થિર રાખવા પ્રયત્નો કરવા પડશે પણ તે વચ્ચેના ગાળામાં સોનાના ભાવમાં બે ધારી વધઘટ જોવા મળશે પણ સોનું ૧૮૩૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી નહીં તોડે. દરમિયાન શુક્રવારે વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ૧૯૬૦ ડોલર થયા છે.
નોંધવું રહ્યું છે કે સોનાના ભાવમાં ૨૦૨૦ના માર્ચ મહિના બાદ ત્રણ ત્રણ વાર તેજી મંદીના મોજા જોવા મળ્યા છે. તેમા ઓગસ્ટ માસમાં સોનું રેકોર્ડ તોડ ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીને તોડીને ઉંચા ભાવ ક્વોટ કરી આવ્યું. સોનામાં રોકાણ કરવાવાળા ઈન્વેસ્ટરોએ સમજવું પડશે કે જો ફેડરલ બેન્ક સરકારની નીતિને અનુસરવાની આનાકાની કે પછી અનિચ્છા દાખવે તો સરકારે ફરજીયાત પણે વોલસ્ટ્રીટની વધઘટને ધ્યાનમાં લીધા વિના મેઈન બજારને અનુસરીને આર્થિક સુધારા વધુ વેગવંતા બનાવી વધુ નાણા છાપીને ડોલરને મજબૂત બનાવવા પ્રયત્નો કરવા પડશે અને નવા નાણાનો પ્રવાહ સોનાના ભાવની દીશા નક્કી કરશે. પરંતુ આજના ગુરુવારના સમાચાર પ્રમાણે લાગે છે કે જીતનાર પ્રમુખને વિરુધ્ધ પાર્ટી કોર્ટમાં ઘસડી જશે અને આ વખતની ચૂંટણીનું પરિણામ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ આવે પરિણામે સોનું આવતા દિવસોમાં અનિશ્ચિતતાને આંગણે ઉભા રહીને પોતાના ભાવની વધઘટ વૈશ્વિક ડોલરની વધઘટ, તેલના ભાવની વધઘટ, રાજકીય પરિસ્થિતિમાં કોવિડ-૧૯ કેટલો ભાગ ભજવશે. નાણાકીય પ્રવાહીતતા, સોનાની માંગ, સોનાના ઉત્પાદનના આંક. દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો કેટલું સોનું ખરીદે છે વિગેરે અનેક મહત્ત્વના પાસાઓને ધ્યાનમાં રાખીને સોનું પોતાના ભાવની દીશા નક્કી કરશે. એકંદરે સોનું ૧૮૭૦ અને ૧૯૭૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ વચ્ચે અથડાય તેવું લાગે છે.
એકંદરે ચાંદીની માંગ રોકાણકારો તથા ઉદ્યોગ તરફથી આવતા ચાંદીનો વપરાશ વધશે અને ભાવો ઉછળીને ૩૦ ડોલર પ્રતિ ઔંસના ભાવને ક્રોસ કરશે. સ્થાનિક સોના બજારમાં દીવાળીની થોડીક ઘરાકી નીકળતા સોનાની માંગમાં વધારો થયો છે ત્યારે જુના સોનાની આવકમાં ઘટાડો નોંધાયો છે અને આયાતી સોનું મર્યાદીત પ્રમાણમાં આવતા સોનાની અછત વર્તાય છે અને સોનું બીલમાં ૫૧૦૦૦ પ્લસ ટેક્સનો ભાવ ક્વોટ થાય છે ત્યારે વગર બીલમાં રૂ.૫૨૫૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતા સોનાના ભાવમાં રૂ.૩૦૦ પ્રતિ દસ ગ્રામનો ઉછાળો નોંધાયો છે.
આયાતકારો જણાવે છે કે દીવાળીમાં ૨૦ ટન સોનાની આયાત થાય તેવી શક્યતા છે. એકંદરે સ્થાનિક બજાર વૈશ્વિક સોનાની અનિશ્ચિતતાને કારણે મોટી વધઘટ નહીં દાખવે અને સોનું રૂ.૫૧૯૦૦ અને રૂ.૫૩૦૦૦ પ્રતિ દસ ગ્રામની આસપાસ અથડાશે.
સ્થાનિક ચાંદી બજારમાં દીવાળીની ઘરાકી નીકળી નથી અને બુલીયનના વેપારીઓની આશા- નિરાશામાં પરીવર્તિત થઈ છે. દીવાળીમાં આવક ઓછી થતા ચાંદીના ભાવો વૈશ્વિક ઉછાળાને કારણે વગર બીલમાં રૂ.૬૪૦૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. ત્યારે બીલમાં રૂ.૬૩૦૦૦ પ્લસ ૩ ટકા જીએસટીના ભાવો ક્વોટ થાય છે ત્યારે વાયદો ૬૩૨૦૦ બોલાતા આયાતી ચાંદી ભાવો વાયદા કરતાં રૂ.૨૦૦ નીચે ડીસ્કાઉન્ટના ભાવો બોલાય છે.
ચાંદીના વેપારીઓ દીવાળીની ઘરાકી ટે્રનો બંધને કારણે નીકળી નથી તેવા ઓઠા હેઠળ પણ મનાવે છે અને વેપાર આવો ઢીલો ચાલશે તો દુકાનનું ભાડું તથા સ્ટાફનો પગાર અને વીજળીના બીલ કેમ ચૂકવશે તેની મુંજવણ અનુભવે છે. દુકાનના ભાડા ઘટાડતા નથી તેની મુશ્કેલી તેમને ચિંતા કરાવે છે. એકંદરે ચાંદીનો ભાવ વૈશ્વિક ભાવો તથા સ્થાનિક આવક ઉપર આધાર રાખશે. ચાંદી રૂ.૬૨૫૦૦થી રૂ.૬૫૦૦૦ પ્રતિ કિલો વચ્ચે રમશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35aIQbO
via Latest Gujarati News
0 Comments