- અમેરિકા સામે અનેક પડકારો છે જેમકે કોરોનાનો કેર, હેલ્થ કેર,એફોર્ડેબલ કેર એક્ટ, ઇમિગ્રેશન, રંગભેદ, આર્થિક મંદી, રશિયા સાથેના સંબંધો વગેરે..વગેરે
કેટલા દેશો અને કેટલા લોકો એવા હશે કે જેમને ત્યા ચૂંટણી થઇ ગયા પછી પણ પરિણામો અટવાઇ ગયા હોય? લોકોને અટાવાયેલા રાખવા એ ટ્રમ્પની સ્ટાઇલ છે. અમેરિકામાં ગઇ ૩ નવેમ્બરે યોજાયેલી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓમાં અમેરિકાના મોટા ભાગના લોકોએ જો બીડેન પર પસંદગી ઉતારી હતી ત્યારે તે પ્રમુખપદે નિશ્ચિત બની ગયા હતા પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જો કે લોકો માને છે કે ટ્રમ્પના અનેક જુઠાણા વચ્ચે બીડેન વિજયની નજીક પહોંચી ગયા છે.
આપણે જ્યારે મુક્ત અને ન્યાયી ચૂંટણીની વાત કરીએ છીએ ત્યારે એ પણ વિચારવું જોઇએ કે કોર્ટે ફેર મત ગણત્રી બાબતે ટ્રમ્પની રજૂઆતને માન્ય રાખી છે.
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પર આખા વિશ્વનું ધ્યાન કેન્દ્રીત થયું હતું. કેમ કે આર્થિક રીતે,લશ્કરી તાકાત તેમજ ટેકનોલોજી પાવરની રીતે અમેરિકા શક્તિશાળી દેશ છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ ૪૩૫ સભ્યોનું હોય છે. તેમની પાસે આર્થિક સત્તાઓ હોય છે. સેનેટ ૧૦૦ સભ્યોની હોય છે જે સરકારને સલાહ સૂચન આપતી હોય છે. તેમનું કામ ફેડરલ મિનીસ્ટર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને નીમવાનું હોય છે. આમ દર બે અને ચાર વર્ષે અમેરિકાનું વહિવટી માળખું બદલાયા કરે છે. એટલે વિશ્વને તેમાં વધુ રસ પડે છે.
એ પણ હકીકત છે કે બિડેન તેમના ચૂંટણી એજન્ડાનો અમલ કરવામાં સફળ જશે કે નહીં તે સામે પ્રશ્નાર્થ છે. અમેરિકા સામે અનેક પડકારો છે જેમકે કોરોનાનો કેર, હેલ્થ કેર,એફોર્ડેબલ કેર એક્ટ,ઇમિગ્રેશન,રંગભેદ,આર્થિક મંદી, રશિયા સાથેના સંબંધો,
વૈશ્વિર વેપાર કરારો, ચીનની વિસ્તારવાદી નિતી વગેરે..વગેરે... હવે જ્યારે રિપબ્લિકનના નિયંત્રણમાં સેનેટ હોય અને ડેમોક્રેટના નિયંત્રણમાં હાઉસ હોય ત્યારે દરેક મુદ્દે મતભેદો ઉભા થવાના છે.
બે સિસ્ટમ ચાલી ના શકે
સત્તા પર કોણ બેસે છે તેના પર સરકાર ઉદારમતવાદી છે કે કેમ તે જાણી શકાય છે. સંસદીય ઢબે ચૂંટાયેલા વડા પ્રધાન અને પ્રમુખ શાહી પધ્ધતિથી ચૂંટાયેલા વડાપ્રધાન વચ્ચે ચેક અને ચિઝ જેવો તફાવત હોય છે. શ્રીલંકામાં બંધારણ સુધારવા સુધીના પગલાં લઇને મજબૂતી મેળવે છે તો ભારત જેવા દેશમંા વડાપ્રધાનની ઓફિસને વધુ પાવરફૂલ બનાવે છે. અમેરિકાના પ્રમુખ સૌથી વધુ પાવરફૂલ હોય છે. તેમની પાસે ખર્ચ કરવાની , ઉધાર લેવાની,વૈશ્વિક કરારો પાછા ખેંચવાની તેમજ યુધ્ધે ચઢવાના પાવર હોય છે. જ્યારે સંસદીય રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તેમની કેબિનેટના વડા હોય છે. તેમના પ્રધાનોને તે એક્ઝીક્યુટીવ પાવર આપી શકે છે પરંતુ દરેક કામ માટે સંસદની પરવાનગી લેવી પડે છે તેમજ દરેક કામનો જવાબ આપવો પડે છે. દરેક ખર્ચ સંસદ પાસે પાસ કરાવવો પડે છે.
ફેરફારો માટે ચાલબાજી
આશ્ચર્ય તો એ વાતનું છે કે કેટલાક મહત્વકાંક્ષી વડાપ્રધાનો પોતે પ્રેસિડેન્ટ પણ બની જાય છે. ટૂંકમાં સર્વસ્વ બની જાય છે. તે કેટલાક પ્રકારની ચાલબાજી રમીને બંધારણમાં સુધારા લાવે છે. આમ તે લોકશાહી સિસ્ટમને તોડી નાખે છે. પોતાના પક્ષમાં કોઇ પડકારી ના શકે એમ કરી નાખે છે. તે કોઇના વિરોધ વગર પ્રેસિડેન્ટ જેવી સત્તા ભોગવે છે. કમનસીબી એ છે કે કેટલાક પૈસાદારો અને સૈધ્ધાંતિક લોકો પક્ષને વળગી રહેલાઓને પોતાનો નેતા સત્તાધીશ હેાય કે શક્તિશાળી હોય તે ગમે છે જ્યારે લોકશાહીના સિધ્ધાંતોને વળગી રહેનાર નેતા બહુ ગમતો નથી. જ્યારે ચૂંટણી સિસ્ટમમાં બહુમતીથી કોઇ સત્તા પર આવે છે ત્યારે તે પોતાના લાગતા વળગતાઓની નિમણૂક કરે છે. આવી વ્યક્તિઓ નબળી હોય તો પણ નિમાય છે.
ભારતની વાત કરીએ તો ભારતમાં પણ ચૂંટણી પંચ, ઇન્ફેાર્મેશન કમિશન,હ્યુમન રાઇટ્સ તેમજ મહિલા, બાળ કે શિડયુલકાસ્ટ જેવા કમિશનોમાં વહાલાં દવલાંની નિતી જોવા મળે છે.
વિશ્વના કેટલાક દેશો એવા છે કે જ્યાં પરફેક્ટ લોકશાહી સિસ્ટમ જોવા મળે છે. જેમાં હું યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન,સ્વિત્ઝર્લેન્ડ અને યુરોપના દેશોનો સમાવેશ કરી શકું. આપણે ્અન્ય દેશો તરફ આંગળી ચીંધતા પહેલાં પોતાના દેશ તરફ પણ જોવું જોઇએ કે જ્યાં વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં તેના સિધ્ધાંતો જોવા નથી મળતા.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kdBzw9
via Latest Gujarati News
0 Comments