પામ ઓઇલ પ્રોડયુસરમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, પાપુઆ ન્યુ ગુનિયા, નાઇઝીરીયા, કોલંમ્બીયા, થાઈલેન્ડ અગ્રક્રમે છે. મલેશિયા પામ ઓઇલ પ્રોડકશનમાં વર્લ્ડ લીડર છે. મલેશિયા અને ઇન્ડોનેશિયાનું વર્લ્ડ લેવલે ૮૦ ટકા પામ ઓઇલનું પ્રોડકશન છે.
પામ ઓઇલ : પામ ઓઇલ ફ્રુટમાંથી બીજા વેજીટેબલ ઓઇલ અને કોકોનટ ઓઇલ કરતા ૩ ગણું તેલ વધારે મળે છે. પામ પ્લાન્ટેશન પછીથી ત્રણ વર્ષે પામફ્રુટ આપે છે. આ પ્લાન્ટેશનની સેલ્ફ લાઇફ લગભગ ૨૫ વર્ષ સુધીની હોય છે.
પામ ફ્રુટના પ્રોસેસીંગ બાદ તેમાંથી રેડ ઓઇલ પ્રાપ્ત થાય છે. આ રેડ ઓઇલને વર્જીન ઓઇલ કહેવામાં આવે છે. તે અનફીલ્ટર, અનરિફાઇન ઓઇલ હોય છે. (જે વર્જીન ઓઇલની ગુણવતા ધરાવે છે.) વર્જીન અથવા રેડ પામ ઓઇલ સૌથી વધારે સારી પ્રોપર્ટી ધરાવે છે. કારણ કે તેનો ઓછા પ્રમાણમાં પ્રોસેસ થયેલો હોય છે. તે કારણે તેમાં પોષકતત્ત્વની માત્રા વધારે રહેલી હોય છે. પરંતુ આ ઓઇલ વધારે મોઘું હોય છે.
જ્યારે રેડ પામ ઓઇલને રીફાઈન્ડ કરવામાં આવે છે અને તેને વાઇટ કરવામાં આવે છે. ત્યારે તેમાંથી અચૂક પોષક તત્ત્વ રીમૂવ થઇ જાય છે. રેડ પામ ઓઇલ સૌથી વધારે પોષક હોય છે. ત્યારે વાઇટ પામ ઓઇલ હેલ્ધી ચોઇસ તરીકેનું જ હોય છે. રેડ વર્જીન પામ ઓઇલમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે રીફાઈન્ડ વાઇટ પામ ઓઇલમાંથી કેરોટિન રીમૂવ થઇ જાય છે.
રીફાઈન્ડ પામ ઓઇલમાં ૬૭ ટકા ટોકોફીરોલ, ૭૩ ટકા ટોકો ટ્રાયનોલ હોય છે. જેથી વાઇટ પામ ઓઇલમાં વિટામિન-ઈ-નો સારો એવો સોર્સ રહેલો છે. વાઇટ પામ ઓઇલ કેમિકલી સ્ટેબલ હોય છે. ઓક્સીડેશનનો પ્રતિકાર કરે છે. અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ પાવર કન્ટેઇન્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તેમાં ટોકોપીરોલ અને ટોકોટ્રાયનોલનું પ્રમાણ રહેલું હોય છે.
નીચેના ટેબલ પ્રમાણે વિટામિન-ઇ-અને બેટાકેરોટિન કન્ટેન્ટ નીચે પ્રમાણે છે. જેમાં સોયાબીન ઓઇલ, કોર્ન ઓઇલ, રેડ પામ ઓઇલ અને વાઇટ પામ ઓઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોર્ન ઓઇલ કન્ટેન્ટ ટોટલ ૫૯૭ એમજી/કીલોએ, સોયાબીન ઓઇલ ૪૦૮ એમ જી/કીલોએ રેડ પામ ઓઇલ ૭૦૮ એમજી/કીલોએ, વાઇટ પામ ઓઇલ ૫૧૨ એમજી/કીલોએ
આ પ્રમાણ ઓઇલમાં રહેલા વિટામિન-ઇ-નું આપવામાં આવ્યું છે. રેડ અને વાઇટ પામ ઓઇલમાં વિટામિન-ઇનું પ્રમાણ સોયાબીન અને કોર્ન ઓઇલ કરતા વધારે હોય છે. તે કારણે તેમાં ટોકોટ્રાયનોલ કન્ટેન્ટ વધારે હોય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન જરૂરી બને છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kbv50P
via Latest Gujarati News
0 Comments